બ્રેકીંગ ન્યુઝ
કોંગ્રેસે સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, ગુજરાત સહિત આ રાજ્યોમાં સચિવો અને સંયુક્ત સચિવોની કરી નિમણૂક


કોંગ્રેસે આજે (30 ઑગસ્ટે) સંગઠનાત્મક ફેરબદલ કર્યો છે, ત્યારે પાર્ટી દ્વારા ઘણા રાજ્યોમાં નવા સચિવો અને સંયુક્ત સચિવોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે કેટલાક અધિકારીઓની રાજ્યોમાં ફેરબદલ કરવામાં આવી છે. તેવામાં બે નેતાઓને સચિવની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના (AICC) સચિવો અને સંયુક્ત સચિવોની નિમણૂક કરી છે.