બ્રેકીંગ ન્યુઝ
આંધ્રની કોલેજની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છૂપા કેમેરા ઝડપાતા ચકચાર


આંધ્રપ્રદેશની એક એન્જિનીયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં છૂપો કેમેરો મળવાની વાતથી હડકંપ મચી ગયો છે. આ કેમેરા પર એક વિદ્યાર્થીની નજર પડી અને તેણે તરત જ હોસ્ટેલ મેનેજમેન્ટને જાણ કરી. આ કેમેરાથી રેકોર્ડ કરવામાં આવેલા કેટલાક ફૂટેજ બોય્સ હોસ્ટેલમાં પણ શેર થયા છે.