બ્રેકીંગ ન્યુઝ
જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ચિરાગ-નીતિશ વિપક્ષ સાથે જોડાયા


દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ભાજપ એકલો પડી રહ્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યા પછી હવે જાતિ આધારિત વસતી ગણતરી માટે ઈન્ડિયા ગઠબંધનને એનડીએના સાથી નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનનું પણ સમર્થન મળી રહ્યું છે.