જયારે ફુડ ડિલીવરી માણસને તેની જન્મ દિવસની સરપ્રાઈઝ મળી!

જયારે ફુડ ડિલીવરી માણસને તેની જન્મ દિવસની સરપ્રાઈઝ મળી!
Gujarat | Ahmedabad | 31 August, 2024 | 04:18 PM
અમદાવાદ:
ફૂડ ડિલિવર કરવા આવેલા ડિલિવરી બોયને કસ્ટમરે બર્થ-ડે સરપ્રાઈઝ આપી હતી. અમદાવાદની આ ઘટનામાં ઈન્સ્ટાગ્રામ યુઝર યશ શાહે ઝોમાટો એપમાં ફુડનો ઓર્ડર આપ્યો હતો. એપમાં ડિલિવરી બોયના નામ-નંબરની વિગતો મળવા સાથે તેનો જન્મ દિવસ હતો એ પણ લખ્યું હતું. યશ શાહ અને તેના મિત્રોએ ડિલિવરી બોયનો જન્મ દિવસ ઉજવવાનું નકકી કયુર્ં. ડિલિવરી બોય શેખ આકિબ ધોધમાર વરસાદમાં પણ સમયસર ફૂડ ડિલિવર કરવા યશના ઘરે પહોંચ્યો.
દરવાજો ખોલીને સૌ પહેલાં હેપી બર્થ-ડેનું ગીત ગાયું અને ગિફટ પણ આપી. સરપ્રાઈઝથી આકિબ સરગ્રાઈઝ થઈ ગયો અને ભાવુક બની ગયો.