34 કરોડની નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પર્દાફાશ : 3ની ધરપકડ

34 કરોડની નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પર્દાફાશ : 3ની ધરપકડ
India | 31 August, 2024 | 02:51 PM
મહારાષ્ટ્ર,તા.31
થાણેમાં નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ રેકેટમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ સરકારી તિજોરીને 40.66 કરોડ રૂપિયાનું નુકસાન કર્યુ છે.માહિતી આપતાં અધિકારીએ કહ્યું હતું કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરેટે કાર્યવાહી કરી ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આ કૌભાંડમાં દિલીપ ભટ્ટ , હાર્દિક શાહની સાથે કથિત મુખ્ય સૂત્રધાર ભાવેન કાચિયાપટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.આરોપીઓએ અંદાજે રૂ. 40.66 કરોડની નકલી આઇટીસી મેળવવા માટે 19 નકલી કંપનીઓ બનાવી હતી અને રૂ. 34.74 કરોડની નકલી આઇટીસી જારી કરી હતી.
મેજિસ્ટ્રેટે આ ત્રણેય આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધાં છે અને આગળની તપાસ ચાલુ છે.