મલયાલમ ફિલ્મ ડાયરેક્ટર રંજીત પર યૌન ઉત્પીડનનો આરોપ

મલયાલમ ફિલ્મ ડાયરેક્ટર રંજીત પર યૌન ઉત્પીડનનો આરોપ
India, Entertainment | 31 August, 2024 | 02:47 PM
એક અભિનેત્રીને હોટલના રૂમમાં બોલાવી કપડાં ઉતારવા કહ્યું અને માર માર્યો
નવી દિલ્હી.તા.31
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યૌન ઉત્પીડનના મામલાને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી ઘણી અભિનેત્રીઓએ દાવો કર્યો છે કે તેમની સાથે જાતીય સતામણી થઈ હતી. આ મામલે અભિનેતા મુકેશ અને જયસૂર્યા વિરુદ્ધ કેસ નોંધવામાં પણ આવ્યાં હતાં, જ્યારે ફિલ્મ નિર્દેશક રંજીત વિરુદ્ધ યૌન ઉત્પીડનનો બીજો કેસ નોંધવામાં આવ્યો છે.
એક અભિનેત્રીએ રંજીત પર જાતીય સતામણીનો આરોપ લગાવતા કેરળ પોલીસને માહિતી આપી હતી કે અભિનેતા રંજીતે મને હોટલમાં માર માર્યો હતો. પોલીસે માહિતી આપી હતી કે રંજીતે પીડિતાને બેંગલુરુની એક હોટલમાં ઓડિશન માટે બોલાવી હતી, પરંતુ ત્યાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. રંજીતે તેને તેના તમામ કપડાં ઉતારવા કહ્યું હતું અને બાદમાં તેને માર માર્યો હતો.
આ ઘટનાના બીજા દિવસે, રંજીતે અભિનેત્રીને પૈસાની ઓફર પણ કરી હતી. રંજીતે કેરળ સ્ટેટ ફિલ્મ એકેડમીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું આ પહેલાં બંગાળી અભિનેત્રીએ રણજીત પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. કેરળ રાજ્ય ફિલ્મ એકેડમીના પ્રમુખ રંજીતે રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.