બ્રેકીંગ ન્યુઝ

ધોરાજીની રોયલ સ્કૂલના શિક્ષક અજયભાઇ પાંચાણીનું હાર્ટએટેકથી અવસાન: ચક્ષુદાન


ધોરાજીની રોયલ સ્કૂલના શિક્ષક અજયભાઇ પાંચાણીનું હાર્ટએટેકથી અવસાન: ચક્ષુદાન





Local | Dhoraji | 31 August, 2024 | 11:20 AM

માનવસેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 290 મું ચક્ષુદાન

સાંજ સમાચાર

ધોરાજી, તા.31

ધોરાજીની રોયલ સાયન્સ સ્કૂલના શિક્ષક અજયભાઈ પાંચાણીનું હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. સ્વ નુ ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને આ 290 મુ ચક્ષુદાન મળ્યું છે. 

ધોરાજીના જેતપુર રોડ પર આવેલ રોયલ સાયન્સ સ્કૂલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અજયભાઈ પાચાણી જેતપુર થી સ્કૂલ ખાતે હાજર હોય એવામાં એકાએક ઉલટીઓ થતાં અજયભાઈ ને રોયલ સાયન્સ સ્કૂલના રાજુભાઈ પેથાણી અને સ્ટાફે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવેલ હતા પણ અજયભાઈને મૃત જાહેર કરેલ હતા.

બાદમાં પીએમ બાદ અજયભાઈના પરિવારજનોને માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગરભાઇ સોલંકી એ ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીએમ ડોક્ટર નિકુંજ ચોવટીયા મેડિકલ ટીમના દીપક ભાસ્કર અને પ્રતિક કનોડીયા સહિતનાઓએ ચક્ષુદાનની કામગીરી જેતપુરના સ્મશાન ગૃહ ખાતે વિશાળ સંખ્યામાં સ્વજનની હાજરીમાં કરી હતી. આ તકે અજયભાઈના પુત્રના હાથે ચક્ષુદાન સ્વીકાર્યું હતું. 

આ તકે શક્તિભાઈ પાચાણી હરસુખભાઈ કથીરિયા જેનીશભાઈ ભાલારા શિક્ષણવિદ રાજુભાઈ પેથાણી ધીરુભાઈ પેથાણી વિમલભાઈ કોયાણી ભુપતભાઈ પાદરીયા જીગ્નેશભાઈ ચાવડા હિતેશભાઈ વૈષ્ણવ યોગેશભાઈ માવાણી વિપુલભાઈ અશ્વિનભાઈ રાબડીયા તેમજ સ્વજનો અને રોયલ સ્કૂલ સ્ટાફ પરિવાર સહિતના લોકો હાજર રહેલા હતા.

આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી જેતપુરના પાંચાણી પરિવારની સેવાઓને બિરદાવી ને સ્વ અજયભાઈ ને શ્રદ્ધા સુમનઅર્પણ કર્યા હતા માનવસેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને ચક્ષુદાન પખવાડિયા નિમિત્તે 290 મૂ ચક્ષુદાન મળેલ છે ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહ દાન ચક્ષુદાન અને સ્કિન ડોનેશન માટે મો.98987 1774 અને 9898715775 તેમજ સરકારી હોસ્પિટલ ધોરાજી 028 24-220139 પર સંપર્ક કરવા જણાવાયું છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!