આવતીકાલે યુપીએસસીની પરીક્ષાને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ

આવતીકાલે યુપીએસસીની પરીક્ષાને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ
Saurashtra | Rajkot | 31 August, 2024 | 04:30 PM
રાજકોટમાં 3 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે
રાજકોટ તા.31
આવતીકા પમુ પ્રસિધ્ધ કરાયું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ યુપીએસસી દ્વારા નેશ્ર્નલ ડીફેન્સ એકેડમી અને નેવેલ એકેડમી પરીક્ષા 2024 અને કંબાઈન્ડ ડીફેન્સ સર્વીસ પરીક્ષા દ્વારા રાજકોટ શહેરમાં અલગ અલગ શાળા કોલેજોમાં કુલ 3 કેન્દ્રોમાં લેવાનાર છે જેમાં નેશ્ર્નલ ડીફેન્સ એકેડમી અને નેવેલ એકેડમી પરીક્ષા 2024 તા.1/9/2024ના રોજ પેપર-1નો સમય સવારે 10થી બપોરે 12-30 તથા પેપર-2નો સમય 2થી સાંજે 4-30 વાગ્યાનો છે. તથા કંબાઈન્ડ ડીફેન્સ સર્વીસ પરીક્ષા તા.1ના પેપર-1નો સમય સવારે 9થી 11 અને પેપર-2નો સમય 12થી 2 વાગ્યા સુધી પેપર-3નો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 5 સુધી લેવાનાર છે.
આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ કોઈપણ જાતની ખલેલ વિના પરીક્ષા મુકત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઈ તોફાની તત્વો આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપતા ખલેલ પહોંચે નહી તથા પરીક્ષા દરમ્યાન કોઈ ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તે માટે તા.1/9ના સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી શહેરના જે જે પરીક્ષા કેન્દ્રો શાળા, કોલેજોમાં પરીક્ષા લેવાનાર છે.
તે કેન્દ્રોના કંપાઉન્ડમાં અને તેની ચારેય બાજુની ત્રિજીયામાં 100 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે શાળા પરીક્ષા કેન્દ્ર આજુબાજુની 100 મીટરની ત્રીજીયામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી તેમજ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહી કે શાળા, કોલેજોમાં પ્રવેશ કરી શકશે નહી કે વાહન લઈ જઈ શકશે નહીં કે લાવશે નહી કે ચારથી વધુ માણસો ભેગા થશે નહીં કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ ફોન લઈ જઈ શકે નહી તેમજ ઝેરોક્ષ મશીનો બંધ રાખવા જાહેરનામું કરાયું છે.