આર્થીક ભીંસથી કંટાળી પ્રૌઢે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આર્થીક ભીંસથી કંટાળી પ્રૌઢે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
Local | Rajkot | 31 August, 2024 | 04:35 PM
રાજકોટ તા.31
આર્થીક ભીંસથી કંટાળી પ્રૌઢે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.બનાવની વિગત મુજબ વિજયભાઈ ખીમજીભાઈ પામખારીયા (ઉ.વ.52) નામનાં પ્રૌઢે ગઈ કાલે ઓમ નગર સીતારામ સોસાયટીની પાછળ કોઠારિયા સોલવન્ટમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવની જાણ આજીડેમ પોલીસને થતાં તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક કારખાનાંમાં કામ કરતાં હતાં. અને તેઓને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.