બ્રેકીંગ ન્યુઝ
બંગાળમાં ફરી તણાવઃ સગીરા સાથે દુષ્કર્મ પછી નોર્થ 24 પરગણામાં RAF તહેનાત, બિરભૂમમાં નર્સની છેડતી


હાલમાં જ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સરકારી હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને પૂરા દેશમાં વિરોધ પ્રદર્શન થયા હતા. હજુ આ મામલો શાંત નથી થયો ત્યારે ફરીથી પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર બાળકી સાથે કથિત દુષ્કર્મની ઘટના થયા બાદ તેનો વિરોધ કરી રહેલી ભીડે આરોપીના ઘર અને તેના સંબંધીની દુકાનમાં તોડફોડ કરી હતી.