બ્રેકીંગ ન્યુઝ
મંકીપોક્સથી 629 મોત, 18000 શંકાસ્પદ કેસ બાદ UNICEFનું એલર્ટ, જાણો શું લીધો નિર્ણય


યુનાટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ (યુનિસેફ)એ વિવિધ દેશોમાં ફેલાઈ રહેલ મંકીપોક્સના લીધે બગડતી પરિસ્થિતિને લઈને સતર્ક થઈ ગયું છે. યુનિસેફે મંકીપોક્સ સામે રક્ષણ મેળવવા ઈમરજન્સી ટેન્ડર બહાર પાડ્યું છે. યુનિસેફેએ ગાવી વેક્સિન અલાયન્સ, આફ્રિકા સીડીસી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે મળી સંકટગ્રસ્ત દેશોમાં મંકીપોક્સની વેક્સિન લગાવવા માટે ઈમરજન્સી ટેન્ડર જાહેર કર્યું છે. જેમાં જણાવ્યું છે કે, ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતાના આધારે 2025 સુધીમાં 12 મિલિયન વેક્સિનના ઉત્પાદન માટે કરારો થઈ શકે છે.