Bhiloda Heavy Rain : અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસાદ, જુઓ Video

અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ભિલોડા, લીલછા, ખલવાડમાં વરસાદ વરસી રહ્યો છે, એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે.
અરવલ્લીના ભિલોડામાં નદીઓ બે કાંઠે વહી
અરવલ્લીના ભિલોડામાં નદીઓ બે કાંઠે વહી રહી છે, હાથમતી અને બુંઢેલી નદી બે કાંઠે વહી રહી છે, નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે અને 15થી વધુ ગામોને સતર્ક રહેવા તંત્રની અપીલ છે.
રાજ્યમાં 2 વાગ્યા સુધી 144 તાલુકામાં વરસાદ
સૌથી વધુ સાબરકાંઠાના ઈડરમાં 5.51 ઈંચ નોંધાયો છે, બનાસકાંઠાના ધાનેરામાં 4.57 ઈંચ વરસાદ, જામનગરના જોડિયામાં 3.98 ઈંચ વરસાદ, વડગામમાં 3.19 ઈંચ, દાંતીવાડામાં 3.19 ઈંચ, જામ કંડોરણામાં 2.68 ઈંચ, ભિલોડામાં 2.64 ઈંચ, વડનગરમાં 2.56 ઈંચ, પાલનપુરમાં 2.44 ઈંચ, ડિસામાં 2.13 ઈંચ, વિસનગરમાં 2.13 ઈંચ, અમીરગઢમાં 1.89 ઈંચ, જેતપુરમાં 1.85 ઈંચ, સિદ્ધપુરમાં 1.81 ઈંચ, સોનગઢમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે.