બ્રેકીંગ ન્યુઝ
ગુજરાતમાં વરસાદ-પૂરની આફત અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નુકસાનીનું આંકલન કરવા ટીમ બનાવી


ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં ખાબકેલા ધોધમારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. રાજ્યમાં અતિભારે વરસાદી સ્થિતિને લઈને જનજીવન ખોરવાયું છે, ત્યારે અનેક વિસ્તારો અને લોકો પ્રભાવિત થયા છે. મળતી માહિતી પ્રમાણે, ભારે વરસાદને કારણે 35થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય ટીમની રચના કરી છે.