
ગાંધીનગર, લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી નો માસ્ટર સ્ટ્રોક જોરદાર કામ કરી રહ્યો છે. લોક સભાની ચૂંટણી ને લઇ હાલ કોંગ્રેસ અને આપ જેવા પક્ષો ઘોર નિંદ્રામાં હોય તેમ પ્રજા ના માનસ પટ પર છવાયેલું જોવા મળે છે. રામ નું નામ હાલ તો ભાજપ માટે ઘર ઘર કામ કરી રહ્યું છે. હાલ માં જો આ રામ નાનામ ઉપર એકલા મોદી ચૂંટણી લડે તો પણ જીતી જાય તે પ્રકારનો માહોલ બની ગયો છે.
આવનાર લોકસભાની ચૂંટણી માં હજુ કોંગ્રેસ અને આપ ઉભાથાય તે પહેલા તો તેમના કાર્યકર્તાઓ ભાજપા માં જોડાવા ની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક સત્તાના પડે ચોટી બેઠેલા નેતાઓ ને આ વખતે ઉખાડવાનો વારો આવે તો નવી નથી. લોકસભા ના ગુજરાત ના છ્બ્બીસ ઉમેદવારો માં આ વખતે અમિત શાહ અને બે ત્રણ અન્ય ઉમેદવારો સિવાય ના નામો માં મોટો ફેરફાર આવવા નીશાક્યતા જોવા મળી રહી છે.
કેટલીક હિલચાલ મુજબ જાણવા મળેલ માહિતી મુજબ કેટલાક લોકો સંસદસભ્ય બનવા માટે કુદકા મારવાનું પણ શરુ કરી દીધું છે. પણ ગુજરાત માં છે પચ્ચીસ દિવસ દરમિયાન થયેલી ભાજપા અગ્રણીઓ ની બેઠકો આ બાબત પર મોટો આધાર રાખે છે.
તો બીજી તરફ ભાજપા ની ટીકીટ મેવવવ કેટલાક લોકો તો પેઈડ ન્યુઝ ની શરૂઆત પણ કરી ચુક્યા છે તો બીજી તરફ પોતેપ્રજા વછે હોવાની માહિતી આડકતરી રીતે મોવડીમંડળ સુધી પહોચાડી દેવા ના પ્લાન પણ બનાવી રહ્યા છે.
એક માહિતી મુજબ ભાજપા ના મોવડી મંડળ માં બળવાખોર, સેવાયુક્ત, પ્રચારયુક્ત, ભાવ ખાનારા, પ્રજાવત્સલ, પાર્ટી ને ખરેખર વરેલા, વારંવાર પાર્ટી બદલતા અને પાર્ટી નું નાક દબાવતા તથા પાર્ટી ના જુના કાર્યકર્તાઓ ને અવગણતા નેતાઓની એક લાંબી યાદી તૈયાર થઈગઈ હોવાની ચર્ચા એ મોટું જોર પકડ્યું છે. આ યાદી માં પોતાની જાત ને ખેરખાં સમજતા અનેક નેતાઓ ના નામ હોવાના લીધે નેતાઓ ચગડોળે ચડ્યા છે.
બીજી તરફ ભાજપા મોવડી મંડળ માં હાલ માં અને એવી પણ ચર્ચા ચાલી રહી છે કેઅં વખતે રામ ના નામે પત્થર પણ તરવાના છે એટલે ૪૦૦ નો ધ્યેય સરળતા થી પ્રાપ્ત થઇ જશે. તો બીજી તરફ આ વખતે પાર્ટી પોતાની ઈચ્છા મુજબ ટીકીટ ની ફાળવણી કરી શકશે અને ગમે તેનો પતંગ કાપી શકશે.
આવનાર સમય માં ચૂંટણી નું જાહેરનામું બહાર પડે તેપહેલા રાજકારણ ના નવા દાવ સૌ પહેલા જોવા માટે મુલાકાત લેતા રહો.