બ્રેકીંગ ન્યુઝ
VIDEO: દક્ષિણ ભારતમાં વરસાદ-પૂરનો કહેર; રેલવે સેવા ઠપ, ભૂસ્ખલનમાં 7 મોત, 20 રાજ્યોમાં એલર્ટ


દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં અતિભારે વરસાદને લઈને બુડામેરુ વાગુ નદીમાં પાણીનું સ્તર વધવાથી વિજયવાડાના વિવિધ ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં આંધ્રપ્રદેશના પાંચ જિલ્લાના 294 ગામડાઓમાંથી 13227 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદને લઈને 20થી વધુ ટ્રેનો રદ અને 30થી વધુ ડાઈવર્ટ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાથી સાત લોકોના મોત થયા છે.