બ્રેકીંગ ન્યુઝ
રાષ્ટ્રપતિના હસ્તે સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ, જાણો તેની ખાસિયત


ભારતીય સુપ્રીમ કોર્ટને તેની 75મી વર્ષગાંઠ પર એક નવો ધ્વજ મળ્યો છે. સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ પર સંસ્કૃત ભાષામાં ‘યતો ધર્મસ્ય તતો જય’ લખવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે ‘જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે.’ ભારત મંડપમ ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું.