હળવદના ઢવાણા ગામે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવાઇ

હળવદના ઢવાણા ગામે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવાઇ
Local | Morbi | 02 September, 2024 | 10:53 AM
હળવદ તાલુકાના ઢવાણા ગામે કોઝવે ઉપર પાણી હતું ત્યારે તેમાંથી 17 લોકો સાથે ટ્રેક્ટરને બીજી બાજુ લઈ જતાં હતા, ટ્રેક્ટર પાણીમાં તણાઇ ગયું હતું જેથી કરીને 8 લોકો પાણીમાં ડૂબી ગયા હતા જેમાં પાંચ બાળકો, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થતો હતો તે તમામની બોડીને પાણીમાંથી શોધીને તેના પરિવારને સોંપવામાં આવેલ છે
સરકાર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી જે સહાયના ચેક તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)