Ahmedabad: કેજરીવાલે કહ્યું, વિસાવદરમા કોંગ્રેસ ભાજપ સાથે મળી ગઈ હતી, હવે ગુજરાતમાં ગઠબંધન નહીં કરીએ

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આમ આદમી પાર્ટીમા હાલમાં લોકોને જોડવાનું અભિયાન શરૂ થયુ છે. અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે વિસાવદરની ચૂંટણી અંગે કહ્યું હતું કે, વિસાવદરમા કોંગ્રેસ ભાજપ સાથે મળી ગઈ હતી અને અમને હરાવવા આવી હતી. પરંતુ અમારી જીતને કોઈ રોકી શક્યું નથી.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરીએ
કેજરીવાલે કહ્યું હતું કે, વિસાવદરની જીત 2027ની સેમીફાઈનલ છે. તેમણે ગુજરાતમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈને જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સાથે અમારૂ કોઈ ગઠબંધન નથી. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ. ઈન્ડિયા બ્લોક ગઠબંધન માત્ર લોકસભાની ચૂંટણી પૂરતુ જ હતું. હવે ગુજરાતમાં કોઈ ગઠબંધન નહીં થાય.
પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા આપમાં જોડાયા
તેમણે કહ્યું હતું કે, વિસાવદરમા આમ આદમી પાર્ટીને ભારે બહુમતીથી જીત મળી છે. કોંગ્રેસ અહીં અમને હરાવવા માટે ભાજપ સાથે મળી ગઈ હતી. કોંગ્રેસના લોકો અમને હરાવવા માટે આવ્યા હતાં. હવે ગુજરાતમાં કોઈ ગઠબંધન નહીં થાય. પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. તેમણે કેજરીવાલની હાજરીમાં ખેસ ધારણ કર્યો હતો.