ટંકારા તાલુકાનાં વિરપર ગામે તળાવનો કોઝવે ક્રોસ કરીને રીક્ષા લેવા જતાં બે યુવાનના ડૂબી જવાથી મોત

ટંકારા તાલુકાનાં વિરપર ગામે તળાવનો કોઝવે ક્રોસ કરીને રીક્ષા લેવા જતાં બે યુવાનના ડૂબી જવાથી મોત
Local | Morbi | 02 September, 2024 | 10:49 AM
કોઝવેમાં પગ લપસી જતાં કરૂણ બનાવ: ફાયર બ્રિગેડે બંનેના મૃતદેહ બહાર કાઢયા
(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.2
ટંકારા તાલુકાના વિરપર ગામે રવિવારે વહેલી સવારે બે યુવાન તળાવનો કોઝવે ક્રોસ કરીને સામાકાંઠે રિક્ષા લેવા જતાં હતા ત્યારે તે બંને પાણીમાં ડૂબી જતા મોરબી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા બંને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બંને યુવાને તળાવના સામાકાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં ત્યારે પાણીમાં ડૂબી જવાના લીધે તે બંને યુવાનના મોત થયેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે રવિવારે ટંકારાના વીરપર ગામે આવેલ તળાવના સામાકાંઠે રીક્ષા લેવા માટે યુવાન વહેલી સવારે જય રહ્યા હતા ત્યારે કોઝવેમાં પગ લપસી જતા પ્રવિણભાઈ નરસીભાઈ સનાળીયા (42) અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાળીયા (32) નામના બે યુવાન તળાવમાં ડૂબી ગયા હતા જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમે ત્યાં આવીને પાણીમાં ડૂબી ગયેલા પ્રવિણભાઈ સાણંદિયા અને પ્રેમજીભાઈ સાણંદિયાના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.