કોડીનારનાં ઘાંટવડ ગામે ગેરકાયદે દબાણો દૂર કરાયા

કોડીનારનાં ઘાંટવડ ગામે ગેરકાયદે દબાણો દૂર કરાયા
Local | Veraval | 02 September, 2024 | 10:13 AM
સુત્રાપાડાનાં સિંગસર ગામે સ્વેચ્છાએ જમીનના દબાણ હટી ગયા
વેરાવળ,તા.2
સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે સ્વેચ્છાએ ગામનાં જાહેર રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે પૈકી અંદાજે 2100 ચોરસ મીટરનું 46,20,000/- રૂપિયાની કિંમતના ગેરકાયદેસર દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલ છે.
સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે તપોવન વિદ્યાલયનો ગૌચર પરનો કુલ દબાણ 10297 ચો.મી. કે જેની અંદાજીત 2 કરોડ 5 લાખની થાય છે તે પૈકી તપોવન સ્કૂલ દ્વારા સ્વેચ્છાએ 4 દિવસમાં કુલ 5080 ચો.મી. નું અંદાજીત 1,01,60,000/- રૂપિયાની કિંમતનું ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલ છે તેમજ દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે.
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે આજરોજ 36 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે 150000 ચો.મી. ગૌચર જમીન કિંમત અંદાજીત રૂ. 7 કરોડ 50 લાખની જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી.આમ,ત્રણ દિવસમાં કુલ 65 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ 472924 ચો.મી. જમીન આશરે કિંમત 24 કરોડ 86 લાખની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી છે.
(તસ્વીર: મીલન ઠકરાર વેરાવળ)