બ્રેકીંગ ન્યુઝ

પ્રેમ સંબંધ મામલે પશુપાલક પર આઠ શખ્સોનો પાઈપ – લાકડીથી ખૂની હુમલો


જસદણના કનેસરા ગામનો બનાવ

પ્રેમ સંબંધ મામલે પશુપાલક પર આઠ શખ્સોનો પાઈપ – લાકડીથી ખૂની હુમલો





Crime | Rajkot | 02 September, 2024 | 09:56 AM

► 27 વર્ષીય વિપુલ મેવાડાને આરોપી ગોવિંદ સોરીયાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય જેમનો ખાર રાખી મોડી રાતે ગામ બહાર બોલાવી શખ્સો તૂટી પડ્યા

સાંજ સમાચાર

► ગંભીર રીતે ઘવાયેલા યુવાનને આટકોટ, રાજકોટ બાદ અમદાવાદ સારવારમાં ખસેડાયો: ભાડલા પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ. તા.02

જસદણના કનેસરા ગામમાં પ્રેમ સંબંધ મામલે પશુપાલક પર આઠ શખ્સોએ પાઈપ-લાકડીથી ખૂની હુમલો કરતાં યુવાનના હાથ-પગ ભાંગી નાંખી ગંભીર ઈજા પહોંચાડતા સારવાર અર્થે પ્રથમ આટકોટ, રાજકોટ બાદ અમદાવાદ હતો. બનાવ અંગે ભાડલા પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે જસદણના કનેશરા ગામે ઓથલીયો ડુંગર પાસે વાડી વિસ્તારમાં રહેતાં વિપુલભાઇ રૂડાભાઈ મેવાડા (ઉ.વ.27) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોવિંદ નથુ સોરીયા, પ્રવિણ નથુ સોરીયા, વિરમ જીલા સોરિયા, હરેશ ભીખા સોરીયા, ભુપત રૂખડ સોરીયા, ગોપાલ ભવાન સોરીયા, રવી જીલા સોરીયા અને નવઘણ ભવાન સોરીયાનું નામ આપતાં ભાડલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે પશુપાલનનું કામ કરે છે. ગઇ તા. 30/08 ના રાત્રીના અગીયારેક વાગ્યે ગામના ગોવિંદ સોરીયાનો ફોન આવેલ અને વાત કરેલ કે, તુ હલેન્ડા રોડ મણીના ચડાહ પાસે બેસવા માટે આવ તેમ વાત કરતા તે  હલેન્ડા રોડ નવુ સબ સ્ટેશન બનેલ ત્યાં ગૌચરમાં માલ ઢોર ચરવા માટે મુકી અને બાઈક લઇ ગોવિંદ બેઠેલ હતો ત્યાં ગયેલ તો ગોવિંદ સોરીયા,  પ્રવિણ સોરીયા, વિરમ સોરીયા રીક્ષા લઈ બેઠેલ હતા અને  માલઢોર ચરાવવાની વાત થતી હતી. તેમજ ગોવિંદ સોરીયાની પત્ની સાથે તેને પ્રેમ સબંધ હોય, તે બાબતની તેને જાણ થતાં માથાકુટ કરેલ રીક્ષામાંથી લાકડી કાઢી ઘા ઝીંક્યો હતો. 

દરમિયાન હરેશ સોરીયા, ભુપત સોરીયા, ગોપાલ  સોરીયા બાઇકમાં લાકડી સાથે ઘસી આવ્યા અને હુમલો કરી દિધો હતો. ત્યાં રવિ સોરીયા, નવધણ  સોરીયા પણ આવેલ અને લાકડીથી મારમારવા લાગેલ હતાં. તેમજ ગોપાલ સોરીયાએ લોખંડના પાઇપથી મારમારતાં પગમાં ફેક્ચર થઈ ગયું હતું. આરોપીઓએ બેફામ મારમારતાં યુવાનના હાથ પગ ભાગી ગયાં હતાં અને તે લોહીલુહાણ થઈ ગયો હતો.

દરમિયાન તે રાડો પાડવા લાગતાં ગોવિંદ સોરીયાએ  યુવાનના ભાઇ ગૌતવભાઈ મેવાડાને ફોન કરી બોલાવેલ અને કહેલ કે, તારા ભાઇને કહેજે કે, હવે આ ગામમા દેખાઈ નહી નહીતર વધુ માર મારીશ અને મારા ભાઇ ગૌતમને પણ કહેલ કે તુ અહીંથી તારા ભાઇને લઇને જતો રે નહીતર તને પણ મારીશુ તેમ કહેતા બંને ભાઇઓ ઘરે ભાગી ગયાં હતાં.

બાદમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં આટકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતાં.   જયાંથી વધું સારવાર અર્થે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પીટલ અને બાદ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી. ભાડલા પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!