લાલપુર પંથકમાં ભારે વરસાદથી થયેલ નુકશાનનું વળતર માટે રજૂઆત

લાલપુર પંથકમાં ભારે વરસાદથી થયેલ નુકશાનનું વળતર માટે રજૂઆત
Local | Jamnagar | 02 September, 2024 | 10:45 AM
સમગ્ર ગુજરાત અને જામનગરમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પારાવર નુકશાન થયેલ છે. લાલપુર તાલુકામાં છેલ્લા 3થી 4 દિવસમાં જ 40 ઈંચ જેટલો અતિભારે વરસાદ થયેલ છે. ખેતરોમાં પાણી ફરી વળવાથી કપાસ-મગફળી તથા અન્ય પાકોને વ્યાપક નુકશાન થયેલ છે. ઉપરાંતમાં પશુધનનું નુકશાન પણ નોંધાયેલ છે.
આ બાબતે રાજય સરકાર સંવેદનશીલ રહીને સહાય પેકેજ જાહેર કરનાર છે ત્યારે વિનંતી કે તત્કાલ સર્વે કરી અસરગ્રસ્તોને સહાય મળે તે માટે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરતા કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરાઈ છે.