બ્રેકીંગ ન્યુઝ

ઇંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટ 190 રનથી જીતી: શ્રીલંકા સામે શ્રેણીમાં 2 – 0ની લીડ ; ગસ એટક્નિસનું ઓલ રાઉન્ડ પરફોર્મન્સ – સદી ફટકાર્યા બાદ 5 વિકેટ લીધી


ઇંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટ 190 રનથી જીતી: શ્રીલંકા સામે શ્રેણીમાં 2 – 0ની લીડ ; ગસ એટક્નિસનું ઓલ રાઉન્ડ પરફોર્મન્સ – સદી ફટકાર્યા બાદ 5 વિકેટ લીધી





India, World, Sports | 02 September, 2024 | 01:28 PM

સાંજ સમાચાર

લંડન : લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 190 રનથી હરાવ્યું છે. 483 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ચોથા દિવસે માત્ર 292 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી ગસ એટક્નિસને પ્રથમ દાવમાં સદી ફટકાર્યા બાદ છેલ્લી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો હતો. શ્રીલંકા તરફથી બીજા દાવમાં કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને દિમુથ કરુણારત્નેએ અર્ધસદી ફટકારી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 427 રન બનાવ્યા હતા. શ્રીલંકા માત્ર 196 રન બનાવી શકી હતી, આ રીતે ઈંગ્લેન્ડને 231 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 251 રન બનાવ્યા, આ રીતે શ્રીલંકાને 483 રનનો ટાર્ગેટ મળ્યો. શ્રીલંકાએ બીજા દાવમાં લડત બતાવી હતી, પરંતુ ટીમ 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

લોર્ડ્સ ટેસ્ટ જીતીને ઈંગ્લેન્ડે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ટીમે પ્રથમ ટેસ્ટ 5 વિકેટે જીતી હતી. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ 6 સપ્ટેમ્બરથી લંડનના ઓવલ મેદાન પર રમાશે.

 

ઇંગ્લેન્ડ WTC પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને

શ્રીલંકાને 2 ટેસ્ટમાં હરાવીને પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC )ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ટીમે 15માંથી 8 ટેસ્ટ જીતી અને માત્ર 6માં હારનો સામનો કરવો પડ્યો. એક મેચ ડ્રો રહી, ધીમી ઓવર રેટના કારણે અત્યાર સુધી ઈંગ્લેન્ડના 19 પોઈન્ટ કપાઈ ગયા છે, જેના કારણે ટીમના 81 પોઈન્ટ છે.

ઈંગ્લેન્ડે 15 મેચ રમી હતી એટલે કે જીતના 12 પોઈન્ટ સાથે ટીમ 180 પોઈન્ટ સુધી પહોંચી શકી હોત. પરંતુ તેના માત્ર 81 પોઈન્ટ છે. આ મુજબ, ટીમ 45% પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ન્યુઝીલેન્ડ ત્રીજા, ઓસ્ટ્રેલિયા બીજા અને ભારત પ્રથમ ક્રમે છે.

 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!