બ્રેકીંગ ન્યુઝ

Modasa: તંત્રએ બ્રિજનું કામ ચોમાસામાં શરૂ કર્યું, ડાયવર્ઝન આપી બનાવેલો રસ્તો ધોવાયો


ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ચોમાસામાં જ બ્રિજનું કામ શરૂ કરતાં સ્થાનિકો પરેશાન થયાં છે. ભારે વરસાદને કારણે ઉમેદપુરથી મેઘરજને જોડતો માર્ગ બંધ કરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તંત્રએ બ્રિજ બનાવવા માટે ડાયવર્જન આપીને બનાવેલો રસ્તો પણ વરસાદમાં ધોવાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

બ્રિજનું કામ ચોમાસામાં શરૂ કરતા સ્થાનિકો પરેશાન

પ્રાપ્ત વિગતો પ્રમાણે માર્ગ અને મકાન વિભાગની બેદરકારીને લીધે અરવલ્લી જિલ્લાના મોડાસાના ઉમેદપુરથી મેઘરજને જોડતા તમામ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.ચોમાસાની સિઝનમાં બ્રિજનું કામ શરૂ કરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તંત્ર દ્વારા બ્રિજ બનાવવા માટે ડાયવર્ઝન આપીને બનાવેલો રસ્તો પણ વરસાદમાં ધોવાઈ જતાં આસપાસના ગામોમા જવાનો રસ્તો બંધ થઈ જતાં ઘણા ગામડા સંપર્ક વિહોણા બન્યાં છે.

બ્રિજ બનાવવાની કામગીરી પણ ગોકળગતિએ

ભારે વરસાદમાં મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ધોવાઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોડાસામાં ચોમાસાની સિઝનમાં જ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેના કારણે ઉમેદપુરથી મેઘરજને જોડતો માર્ગ બંધ કરી દેવાયો છે. આ માર્ગ બંધ કરીને ડાયવર્ઝન આપીને બનાવેલો રસ્તો પણ વરસાદમા ધોવાઈ ગયો છે. જેના કારણે રસ્તો ન હોવાથી 15 ગામના લોકો અને વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બ્રિજનું કામ પણ ગોકળગતિએ ચાલતુ હોવાથી સ્થાનિકો હેરાન થયાં છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!