બ્રેકીંગ ન્યુઝ

Modasa:નગરપાલિકામાં ભરતીમાં પસંદગી ન થતા 3ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની માંગ


મોડાસા નગરપાલિકામાં રોજમદાર તરીકે લાંબો સમય સુધી કામ કર્યું હોવા છતાં પસંદગી કરવામાં ન આવતાં ત્રણ વ્યક્તિઓએ અનેક રજૂઆતો કરી હતી. જોકે ન્યાય ન મળતાં આખરે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે.

મોડાસા નગરપાલિકાએ વર્ષ 2012માં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. જેમાં વર્ષોથી રોજમદાર તરીકે કામ કરનારાઓને નોકરી આપવામાં આવી ન હોવાના આક્ષેપ થયા છે. રોજમદાર તરીકે ડ્રાઈવરની કામગીરી કરતા સંજયભાઈ કડિયા, ધુળાભાઈ તરાર અને રજનીકાંતભાઈએ આ મામલે ભારતના રાષ્ટ્રપતિને એક પત્ર લખી રજૂઆત કરી છે કે લાંબા સમયથી રોજમદાર તરીકે કામ કરતા હોવા છતાં પસંદગી સમિતિએ ગેરરીતિ આચરી અન્ય ઉમેદવારોની પસંદગી કરી હતી. આ મામલે 2012થી કાયદાકીય લડત આપવામાં આવી રહી હોવા છતાં કોઈ ન્યાય મળ્યો નથી. પરિણામે આ ત્રણેય ઉમેદવારોએ જિંદગીથી કંટાળી જઈ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મોડાસા નગરપાલિકામાં ભરતી વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે ત્યારે હવે ત્રણ વ્યક્તિઓએ ન્યાય ન મળતાં ઈચ્છા મૃત્યુની માંગ કરતાં ચકચાર મચી છે.

આ પ્રકારની માગ થતા ભારે ચર્ચા જાગી છે. લોકોમાં આ મામલે અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. પાલિકામાં ચાલતી લાલિયાવાડી બંધ થવી જોઈએ તેવો પણ સૂર ઉઠયો છે. પાલિકા શું પગલાં લ્યે છે તેના પર મીટ મંડાઈ છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!