જિલ્લા આરોગ્ય તંત્રની રોગ અટકાયત કામગીરી

જિલ્લા આરોગ્ય તંત્રની રોગ અટકાયત કામગીરી
Local | Jamnagar | 02 September, 2024 | 02:04 PM
હાલમાં પડેલા ભારે વરસાદના કારણે રોગચાળાની પરિસ્થિતિ ઉદભવે નહીં તેમજ લોકોનું આરોગ્ય સલામત જળવાઈ રહે તેવા હેતુસર રાજ્ય સરકારની સુચના અનુસાર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના નિર્દેશ મુજબ સમગ્ર જામનગર જિલ્લામાં રોગ અટકાયત કામગીરી સઘન બનાવવામાં આવી છે.
તેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એચ એચ ભાયા ના માર્ગદર્શન હેઠળ આજે તમામ 256 જેટલા પેટા,પ્રાથિમક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ રાખવામાં આવેલા હતા અને આરોગ્ય કમેચારીઓ ની 209 જેટલી ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કરી તાવ ના 129, શરદી ઉધરસ ના 60 અને ઝાડા ના 17 જેટલા કેસોને સારવાર આપવામા આવી હતી.
.તેમજ ગ્રામ્ય કક્ષાએ થી કરવામાં આવતા ક્લોરીનેશન મોનીટરીંગ ના 362 ટેસ્ટ કરીને જરૂરિયાત મુજબ 11760 જેટલી કલોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું સઘન મોનીટરીંગ,સુપરવિઝન અને માર્ગદર્શન તમામ જિલ્લા અધિકારીઓ , તાલુકા હેલ્થ ઓફિસરો તથા જિલ્લા સુપરવાઈઝર વી પી જાડેજા, નીરજ મોદી અને ડીપીસી યજ્ઞેશ ખારેચા દ્વારા કરવામાં આવ્યું હતું અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એચ એચ ભાયા દ્વારા મોટીખાવડી,પડાણા, મેઘપર, કાનાલુસ વગેરે વિસ્તારોમાં જાત તપાસ કરી ગુણવત્તાયુક્ત કામગીરી માટે નિર્દેશો આપ્યા હતા.