બ્રેકીંગ ન્યુઝ

લલોઇ ગામની મહિલાએ 10 વર્ષના પુત્ર સાથે કર્યું વિષપાન: બન્નેના મોત


લલોઇ ગામની મહિલાએ 10 વર્ષના પુત્ર સાથે કર્યું વિષપાન: બન્નેના મોત





Local | Jamnagar | 02 September, 2024 | 02:38 PM

સાંજ સમાચાર

જામનગર તા.2: જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે, લલોઈ ગામમાં એક મહિલાએ પોતાના દસ વર્ષના પુત્રને સાથે રાખીને ઘેરથી નીકળી ગયા બાદ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. પોતાના પતિ સાથે જમવા બાબતે ઝઘડો થયા બાદ આ પગલું ભરી લેતા સમગ્ર મામલે કાલાવડ પંથકમાં અરેરાટી મચી છે.  

વિગત અનુસાર કે કાલાવડ તાલુકાના લલોઈ ગામે રહેતા હર્ષિદાબેન મેરૂભાઈ સાડમિયા અને પોતાના 10 વર્ષના પુત્ર મયુર મેરૂભાઈ સાથે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બંને બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓને કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બનેન્ના મોત થયાનું સામે આવ્યું છે.

જેને પગલે પોલીસ ઘટના સ્થળે તેમજ કાલાવડની સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા, અને બંને મૃતદેહોનો કબજો સંભાળ્યા પછી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગઈકાલે બપોરે 11.30 વાગ્યાના અરસામાં હર્ષિદાબેનને જમવા બાબતે તેના પતિ મેરૂભાઈ સાથે ઝઘડો થયો હતો.

તેથી મનમાં લાગી આવતાં તેણી પોતાના પુત્ર સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. ત્યારબાદ વાડી વિસ્તારના રસ્તે ઝેરી દવા પીધેલી હાલતમાં માતા પુત્ર મળી આવ્યા હતા.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!