જામનગરમાં લોકમેળો એક સપ્તાહ લંબાવાયો: રવિવારે ભારે ભીડ જામી

જામનગરમાં લોકમેળો એક સપ્તાહ લંબાવાયો: રવિવારે ભારે ભીડ જામી
Local | Jamnagar | 02 September, 2024 | 02:39 PM
જામનગર તા.2:
જામનગરમાં યોજાયેલા શ્રાવણી મેળાને વરસાદનું વિઘ્ન નડી ગયા બાદ મેળાના ધંધાર્થીઓની મુદત વધારાની માગણી માન્ય રાખીને જામનગર મહાનગરપાલિકા ના સતાધીશોએ આગામી તારીખ 11 સપ્ટેમ્બર સુધી મેળા ચાલુ રાખવા. નિર્ણય લીધો છે. જે ધંધાર્થીઓને પોતાના સ્ટોલ મેળામાંથી દૂર કરવા હોય તે લોકોને કોર્પોરેશનના એકાઉન્ટ વિભાગ અને જીએસટી વિભાગના સંકલન બાદ જીએસટી પણ રિફંડ આપવા જામનગર મહાનગરપાલિકાના શાસકોએએ તૈયારી દર્શાવતા ધંધાર્થીઓનું ટેન્શન હળવું થયું છે.
જામનગર મહાનગરપાલિકાએ તા.20 ઓગસ્ટ થી તા. 3જી સપ્ટેમ્બર સુધી 15 દિવસના સાવલી મેળાનું આયોજન કર્યું હતું પરંતુ ટેકનિકલ કારણસર લાયસન્સ મોડા આવતા પ્રથમ ત્રણ દિવસના મેળા યોજી શકાયા ન હતા. બાદમાં વરસાદને કારણે સાતમની બપોર પછીથી મહાનગરપાલિકાના તંત્રએ રાણી મેડા અનિશ્ચિત મુદત માટે બંધ કરાવ્યાં હતા બંધ કરાવ્યા હતા તે પછી વેપારીઓમાં બે પ્રકારની માગણી ઉઠી હતી અમુક લોકોએ ટેન્ડરના નાણાંનું રિફંડ માગ્યું હતું, તો અમુક લોકોએ મેળા ના દિવસો વધારી દેવા માંગણી મૂકી હતી.
જે અંગે આજે તા. 31ની મોડી સાંજે મેયર કાર્યાલયમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાની અગ્રતામાં ધંધાર્થીઓ સાથે રાત્રે પોણા નવ વાગ્યા સુધી બેઠકનો દોર ચાલ્યો હતો અને તમામ મુદ્દાઓની ચર્ચા વિતરાના બાદ મેળા તા. 11 સુધી ચાલુ રાખવા અને જે કોઈને પોતાના સ્ટોલ ઉઠાવી લેવા હોય તે લોકોને મળવાપાત્ર જીએસટી રિફંડ સહિતની રકમ મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગ અને સરકારના જીએસટી વિભાગના સંકલન બાદ આપવા નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી તેમજ દંડક કેતનભાઈ નાખવા અને વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે મોડી સાંજથી લોકમેળો માણવા ભારે ભીડ જામી હતી.