Arvalliના ભિલોડામાં નબીરાએ બેફામ કાર હંકારી 2 લોકોને લીધા અડફેટે

અરવલ્લીના ભિલોડામાં કારનો આતંક સામે આવ્યો છે જેમાં કાર ચાલકે રોડ પર જતા બે વાહનચાલકોને ઉડાવ્યા છે, લાટી બજારમાં કારે બાઈકને અડફેટે લીધુ છે જેમાં બે વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં બાઈક સવાર બે લોકો ઈજાગ્રસ્ત
ભિલોડાના બજારમાં કાર ચાલક બેફામ થયો હતો અને બે લોકોને અડફેટે લેતા દોડધામ મચી હતી, તો આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, તો હોન્ડા સીટી કારના ચાલકે બે લોકોને અડફેટે લીધા છે, જેમાં કાર ચાલક ફુલ સ્પીડમાં કાર હંકારી રહ્યો છે અને બે વ્યકિતઓને ઘસેડીને તે દુકાન સુધી લઈ જાય છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, તો પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે, કાર ચાલકે બ્રેક પર પગ મૂકવાને બદલે એકસ્કયુલેટર પર પગ મૂકયો હશે જેના કારણે આ ઘટના બની હતી, તો ઈજાગ્રસ્તોના નિવેદન પણ પોલીસે નોંધ્યા છે, કારને અને જે વાહનને નુકસાન થયું છે તેને પોલીસે જપ્ત કર્યા છે અને બીજી તરફ કાર ચાલક અરવલ્લીના ભિલોડાનો રહેવાસી છે, આજે રવિવાર હોવાથી બજાર બંધ હતુ એટલે મોટી જાનહાની ટળી હતી.