બ્રેકીંગ ન્યુઝ

Gram Panchayat election: દ્વારકાના ભાણવડમાં 21 વર્ષની યુવતીએ સરપંચની ચૂંટણી જીતી


ગુજરાતમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં પંચાયતોની ચૂંટણીમાં કેટલીક પંચાયતોમાં ચર્ચાસ્પદ જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં દેવભૂમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની રેટા કાલાવડ ગામમાં સૌથી નાની વયની યુવતી સરપંચ તરીકે ચૂંટાઈ છે. 21 વર્ષની મિત્રજા રામશીભાઈ મારૂનો 168 મતે વિજય થયો છે.

પાંચ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ સમરસ થઈ

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાણવડ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા પાંચ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ સમરસ થઈ હતી. આ સિવાયની પંચાયતોમાં ભારે રસાકસીનો જંગ ખેલાયો હતો. ભાણવડ તાલુકાની રેટા કાલાવડ ગ્રામ પંચાયતમાં બે ઉમેદવારો વચ્ચે સરપંચનો ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં 21 વર્ષની યુવતી મિત્રજા રામશીભાઈ મારૂનો 168 મતે વિજય થયો છે.

મિત્રજા રામશીભાઈ મારૂ સરપંચ તરીકે ચૂંટાયા

મિત્રજા રામશીભાઈ મારૂ ભાણવડ તાલુકામાં સૌથી નાની વયે સરપંચ તરીકે ચૂંટાયા છે. તેમણે ઇંગ્લિશ મીડિયમમાં MBAનો અભ્યાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાણવડમાં પાંચ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ સમરસ થઈ હતી. જેમાં માનપર, રાણપર, કટોલીયા, ફતેપુર અને જંબુસરનો સમાવેશ થાય છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!