LIVE TVરાજ્ય

બાયડ તાલુકાના વાત્રક ખાતે આવેલી આંખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપ મુંબઈ દ્ધારા આંખોની સારવાર માટે અદ્યતન પાંચ મશીન ભેટ કરાયાં*

બાયડની વાત્રક,બારેજાં, ભુજ આંખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપ મુંબઈના સી.ઈ.ઓ મુકેશ ઓઝાએ દોઢ કરોડ રૂપિયાની માતબર રકમની મશીનરી અર્પણ કરી*

 

 

અરવલ્લી જિલ્લાના બાયડના વાત્રક ખાતે શ્રીમતી બેલાબેન અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપ મુંબઈ સી.ઈ.ઓ મુકેશભાઈ ઓઝા તરફથી આંખના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દોઢ કરોડ રૂપિયા ત્રણ અલગ – અલગ હોસ્પિટલને આપવામાં આવ્યા હતા .
જેમાંથી બારેજા, ભુજ ,વાત્રક આંખની હોસ્પિટલમાં પાંચ જેટલા આંખના ઓપરેશનમાં કામ લાગી શકે તેવા મશીન જેની કિંમત લાખો રૂપિયાની છે જેથી અરવલ્લીના વિવિધ તાલુકાઓ બાયડ, ધનસુરા, મોડાસા, માલપુર, મેઘરજ સહિતના તાલુકાના આંખના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દાન ભેટમાં અર્પણ કરવાથી અરવલ્લી જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો

બાયડના વાત્રક શ્રીમતી બેલાબેન અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલમાં સમસારા ગ્રુપના સિઓ અને તેમના પરિવારજનનો નાં હસ્તે વિવિધ મશીનો ની રિબન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, આંખ હોસ્પિટલના સ્ટાફ મિત્રો, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અંધજન મંડળ અમદાવાદ નંદનીબેન રાવલ, ડૉ.ભૂષણ કનાની જનરલ સેક્રેટરી ઓફ અંધજન મંડળ અમદાવાદ, આંખની હોસ્પિટલના સંચાલક હિતેશભાઈ પટેલ, આંખની હોસ્પિટલના તબીબ મિત્રો સહિતના હાજર રહ્યા હતા આ પ્રસંગે આવેલા તમામ મહેમાનો તેમજ ગ્રામજનોએ સમસારા ગ્રુપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!