બાયડ માં તિરંગા યાત્રા : ટીડીઓ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
શાળા ના બાળકો સહીત કર્મચારીઓ જોડાયા

બાયડ, મેરી મિટ્ટી મેરા દેશ અને સૈનિકો ને સન્માન જેવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રની જનતા દેશ પ્રેમની ભાવના સતત જાગૃત રહે અને તેની સાથે જનતા સતત રાષ્ટ્ર સાથે જોડાયેલી છે તેવ રચનાત્મક પ્રયોગ થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે કાર્યક્રમો નું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પૈકી બાયડ તાલુકા પંચાયત ખાતે તિરંગા યાત્રા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં શાળા ના બાળકો અને કર્મચારીઓ સાથે અન્ય વ્યક્તિઓએ પણ ભાગ લીધો હતો.
કાર્યક્રમની વધારે વિગત વિડીયો દ્વારા જુઓ
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ટીડીઓ પી ટી પાયઘોડે દ્વારા તાલુકા ના નાગરિકો ને સ્વતંત્રતા દિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી. બાયડ ના પ્રાંત ઓફિસર ભાર્ગવ પટેલ ના આવ્યા પછી યાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી. અને યાત્રા શરુ થઇ ટેલીફોન એક્ષ્ચેન્જ ની નજીક પહોચતા કામગીરી માં વ્યસ્ત મામલતદાર શ્રી પણ રસ્તામાં થી યાત્રામાં જોડાયા હતા.
ટીડીઓ દ્વારા નાગરીકો ને શુભેચ્છા પાઠવતી વખતે સરકાર શ્રી ના આ કાર્યક્રમ દ્વારા ગામેગામ જોડાવાના આ અભિગમ ને વખાણ્યો હતો.