સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર સફાઈ અભિયાન
સ્વચ્છતા હી સેવા અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા આજરોજ વોર્ડ નંબર 1અને વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 3.4.5 વોર્ડ નંબર 6 .7.8.9માં આવેલ તમામ જાહેર રસ્તા થી જીવન જ્યોત સુધી ચાર રસ્તા માલપુર રોડ થી સહયોગ ચોકડી સુધી ચાર રસ્તા એસટી રોડ થી કોલેજ રોડ સુધી ચાર રસ્તા થી શામળાજી રોડ બ્રિજ સુધી સફાઈ અભિયાન જાહેર સ્થળો ઉપર ખુલ્લી જગ્યાઓ ત્યાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
તેમાં ગુજરાતી શાળા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે નગરપાલિકા વિસ્તાર ડ્રેનેજ લાઈન સફાઈ માટે જટિંગ મશીન દ્વારા સફાઈ હાથ ધરવામાં આવેલ છે તેમાંથી નીકળેલ કચરાનો સાઇડ ઉપર નિકાલ કરવામાં કરવામાં આવેલ છે રાત્રી સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેમાં જાહેર રસ્તાઓની ખુલ્લી જગ્યાઓની જેસીબી દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે નગરપાલિકા ની તમામ સાધન સામગ્રી અને નગરપાલિકાના ના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.