બ્રેકીંગ ન્યુઝરાજ્ય

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર,ડાભા અને વજેપુરા ગામ ખાતે વિકસિત ભારત યાત્રા નું આયોજન કરવામાં આવ્યું!!!!!

બાયડ તાલુકાના પશ્ચિમ ગાળા વિસ્તારમાં આવેલા જીતપુર,ડાભા અને વજેપુરા  તથા માનપુર  ગામડાઓમાં વિકસિત ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી નાબાયડ તાલુકા પ્રમુખ શ્રીમાનસિહજી સોઢા તથા ભારતીય જનતા પાર્ટીનાવિકસિત ભારત યાત્રા આયોજનના અરવલ્લી જિલ્લાના ઇન્ચાર્જ શ્રી ભૂપતસિંહ, ભારતીય જનતા પાર્ટી બાયડ તાલુકા મંત્રી પટેલ મણીલાલ તથા ભારતીય જનતા પાર્ટી સંગઠન બાયડ તાલુકા કોષાધ્યક્ષ પટેલ કમલેશભાઈ  બાયડ તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ પટેલ પારુલ બહેન અમરતભાઈ તથા પૂર્વ બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત કચેરી અરવલ્લી ચેરમેન ચૌહાણ અદેસિંહ માનસિહ તથા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો અરવલ્લી જિલ્લા પૂર્વ પ્રમુખશ્રી પટેલ મફતલાલ તથા જિલ્લા પંચાયત કચેરી અરવલ્લી સદસ્ય ઝાલા વિષ્ણુપ્રસાદ ઉદેસિહ તથા ડાભા ગ્રામ પંચાયત સરપંચ શ્રી નવલસિંહભાઈ તથા બાયડ મામલતદાર કચેરી પુરવઠા શાખા વિભાગના અધિકારી શ્રી નાયબ મામલતદાર શ્રી પરમાર મુકુંદભાઈ, બાયડ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર પરમાર વિનોદભાઈ તથા બંને ગામડાઓના ઉપસ્થિત સૌ લાભાર્થીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ભાઈઓ અને  બહેનો હાજર રહ્યા હતા.

આ વિકસિત ભારત યાત્રાના આયોજન દરમિયાન ખૂબ જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રીની તમામ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તથા ઉજ્વલા ગેસ તથા પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય વિભાગ દ્વારા પશુ પાલન દવાખાનું બાયડ કચેરી દ્વારા કે. સી. સી ધિરાણ સાથે પશુપાલન કે.સી.સી ધિરાણની યોજના નો લાભ સેવાડાના માનવી સુધી પહોંચે તેવી જીતપુર પશુધન દવાખાનાના ડોક્ટર શ્રી હિતેશભાઈ પટેલ દ્વારાખૂબ જ સુંદર રીતે પશુપાલન લાભાર્થીઓ તથા ખેડૂતો તથા નાગરિકોને સમજાવવામાં આવ્યા હતા અને તમામ જિલ્લા પંચાયત આરોગ્ય કચેરી દ્વારા આરોગ્ય લક્ષી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી જિલ્લા પંચાયત કચેરીના બાયડ તાલુકા પંચાયત આઈ. સી .ડી .એસ વિભાગ ઘટક બે દ્વારા સગર્ભા બહેનો માટે તથા નાના શિશુ બાળકો માટે બાલભોગ પૌષ્ટિક આહાર પ્રત્યક્ષ સ્ટોલ દ્વારા ખૂબ જ સુંદર મજાનું યોગ્ય સચોટ પારદર્શક માર્ગદર્શન આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓને પૂરું પાડ્યું હતુ અને આ વિકસિત ભારત યાત્રામાં જોડાયેલા સૌ કોઈ અધિકારીઓ શ્રી ઓ તથા તમામ હોદ્દેદાર તથા સત્તાધિશો શ્રીઓ તથા વિકસિત ભારત યાત્રા ના આયોજનના અરવલ્લી જિલ્લાના ઇન્ચાર્જ શ્રી ભૂપતસિંહ જી એ ખૂબ જ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર શ્રી ની તમામ યોજનાઓનું ઉપસ્થિત સૌ લાભાર્થીઓ તથા ખેડૂતો તથા નાગરિક ઓનેયોજનાઓ નુયોગ્ય સચોટ તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કેન્દ્ર સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રી ની ગરીબ મધ્યમ વર્ગીય લાભાર્થીઓ તથા પ્રજાજનોતમામ યોજનાઓનો વધુમાં વધુ તમામ સેવાડાના ગામડાઓના માનવીઓ તથા તમામ તાલુકાના લાભાર્થીઓલાભ લે તેવુતેમના દ્વારા ભાર પૂર્વક જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિકસિત ભારત યાત્રા આયોજન દ્વારાતમામ યોજનાઓનું લાઈવ એલઇડી દ્વારા સૌ ઉપસ્થિતબધા લાભાર્થીઓ તથા નાગરિકો તથા ખેડૂતોએ પ્રત્યક્ષ નિહાળ્યું હતું અને ડાભા ગામના ગ્રામજનો દ્વારા સુંદરમહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ મહાપ્રસાદ લઈ છુટા પડ્યા હતા…..

અરવલ્લી રિપોર્ટર
પટેલ બાબરભાઈ એમ

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!