બ્રેકીંગ ન્યુઝ

સાંગણવા ચોક વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરતા કલેકટર


સાંગણવા ચોક વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરતા કલેકટર





Local | Rajkot | 31 August, 2024 | 04:09 PM

ખાણી-પીણીની દુકાનો, લારી-ગલ્લા રસના ચીચોડા અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેચાણ પર પ્રતિબંધ: કોટક શેરીમાં એક કેસ નોંધાતા પગલા

સાંજ સમાચાર

રાજકોટ તા.31

 રાજકોટ શહેરના સાંગણવા ચોક વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાતા બે કિલોમીટરના આ વિસ્તારને જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી દેવામાં આવેલ છે. તેની સાથે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને જવાબદારી સોંપી દેવામાં આવી છે.

 અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરના લોહાનગરમાં કોલેરાના બે કેસ નોંધાયા હતા. જે બાદ સાંગણવા ચોક વિસ્તારમાં આવેલ મારૂતી એપાર્ટમેન્ટ 1/બી, કોટક શેરી નં.2 (લોહાણા મહાજન વાડી પાસે) કોલેરાનો એક કેસ નોંધાતા જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા સાંગણવા ચોક અને તેની આજુબાજુના બે કિ.મી.ના વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરતું જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવામાં આવેલ છે.

 જે અંતર્ગત સાંગણવા ચોક અને તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારમાં ખાણી પીણીની દુકાનો, લારીગલ્લા, સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટુકડા કરી તેનું વેચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ચીજોના વેચાણ પર તા.29/10 સુધી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે. કોલેરાના રોગચાળાની અટકાયતી માટે વહીવટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવેલ છે જે અંતર્ગત આ વિસ્તારમાં ખાદ્ય પદાર્થો બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. નળ કનેકશનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં પાણી દુષીત થવાની શકયતા હોય ખાડા ખોદી પાણી નહીં મેળવવા તાકીદ કરવામાં આવી છે. તેમજ કલોરીનેશન કરાયા બાદ જ પાણીનો ઉપયોગ કરવા, ઉપરાંત ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા નહીં રાખવા માટે તાકીદ કરી દેવામાં આવી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!