બ્રેકીંગ ન્યુઝ
મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે 16 સપ્ટેમ્બર બાદ મેટ્રો દોડશે, જાણી લો રૂટ


મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા આ રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસમાં રૂટનો પ્રારંભ કરાવી શકે છે.