બ્રેકીંગ ન્યુઝ
મેઘરાજાનો બદલાયેલો મિજાજ સારા સંકેત નથી, ગુજરાતમાં અતિવૃષ્ટિનું આગમન


છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં મેઘરાજાનો જાણે મિજાજ બદલાયો છે. પરિણામે એવી સ્થિતીનું નિર્માણ થયુ છે કે, ક્યાંક વરસાદની ઘટ પડે છે તો ક્યાંક ચોમેર પાણી પાણી થઇ જાય છે. ધીમી ધારને પગલે અનરાધાર વરસાદ પડવા માંડ્યો છે. ગુજરાતમાં ક્લાયમેન્ટ ચેન્જને કારણે વરસાદની પેટર્ન જ બદલાઇ ગઇ છે. નિષ્ણાતોનુ માનવું છે કે, વરસાદની વધતી જતી તિવ્રતા ગુજરાત માટે સારા સંકેત નથી. પાણીની અછતના દિવસો ગયાં પણ ગુજરાતમાં અતિવૃષ્ટિનું હળવેકથી આગમન થયુ છે જે ચિંતાનો વિષય છે.