બ્રેકીંગ ન્યુઝ
શેરબજારમાં તેજી સાથે સપ્તાહની શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર, 300થી વધુ શેર્સમાં અપર સર્કિટ


ભારતીય શેરબજારમાં તેજી સાથે સપ્તાહની શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે ખૂલ્યા બાદ ઉછાળા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ આજે 359.51 પોઈન્ટના ઉછાળા સાથે 81725.28ની ઓલટાઈમ હાઈ સપાટીએ ખૂલ્યા બાદ 11.15 વાગ્યે 304.85 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 25333.65ની ઐતિહાસિક ટોચે ખૂલ્યા બાદ 25314.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.