બ્રેકીંગ ન્યુઝ
ચૂંટણી ટાણે કદાવર નેતાને ઝટકો, ભાજપને 4 વર્ષ સાથ આપવાનું મળ્યું ઈનામ? પાર્ટીમાં થયો બળવો


હરિયાણામાં 5 ઓક્ટોબરે 90 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલાં જ અનેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં હરિયાણાના શાસક પક્ષના સમર્થનમાં ચાર વર્ષ સાથ નિભાવ્યા બાદ અલગ પડેલાં જેજેપી નેતાને છૂટા પડવાના નકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જેજેપી પક્ષના ત્રણ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ધારાસભ્યો અનૂપ ધનક, રામ કુમાર ગૌતમ અને જોગી રામ સિહાગ રવિવારે જીંદમાં એક રેલી દરમિયાન ભાજપમાં જોડાયા હતા.