બ્રેકીંગ ન્યુઝ
'માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો…', SEBI વડાને ઘેરતાં કોંગ્રેસે PM મોદીને પૂછ્યાં સવાલ


હિન્ડેનબર્ગના સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર આરોપો બાદ કોંગ્રેસે વધુ એક આરોપ મૂક્યો છે. જેનો જવાબ કેન્દ્ર સરકાર આપે તેવી માગ પણ કરી છે. કોંગ્રેસ પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના ચેરમેન પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી માધબી પુરી બુચ પર એક સાથે ત્રણ જગ્યાએથી પગાર મેળવી રહી હોવાનો આરોપ મૂક્યો છે.