બ્રેકીંગ ન્યુઝ
ડાંગના વઘઈમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર


ગુજરાતમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 6 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઈંચ, ડાંગ-આહવામાં 3.14 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ, લુણાવાડામાં 2 ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ વરસાદ વરસ્યો છે.