બ્રેકીંગ ન્યુઝ
હોસ્ટેલ રૂમમાં બેભાન પડી હતી અનિકા… લખનૌની હોસ્ટેલમાં IPS ઓફિસરની દીકરીનું મોત


ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના આશિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારની રાત્રે અનિકા રસ્તોગી નામની 19 વર્ષની વિદ્યાર્થીની યુનિવર્સીટી હોસ્ટેલમાં તેના રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. તપાસ કરતા સ્થાનિક પોલીસને જાણવા મળ્યું હતું કે તે 1998 બેચના IPS અધિકારીની પુત્રી હતી.