બ્રેકીંગ ન્યુઝ
17 હજાર લોકોનું રેસ્ક્યૂ, 24ના મોત… સડક પર વિતાવવી પડી રાત: આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મેઘતાંડવ


તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે પણ મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘતાંડવના કારણે આંધ્રપ્રદેશમાં રવિવારે સાંજ સુધીમાં 15 અને તેલંગાણામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી સાથે વાત કરી છે. કેન્દ્ર સરકારે બંને રાજ્યોને વરસાદ અને પૂરનો સામનો કરવા તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.