બ્રેકીંગ ન્યુઝ
RSS પણ જાતિ આધારિત વસતી ગણતરી માટે તૈયાર, પરંતુ રાજકીય પક્ષોને આપી મહત્ત્વની સલાહ


ભારતમાં જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રાજકીય ધમાસાન મચ્યું છે. કોંગ્રેસ સહિતના ઈન્ડિયા ગઠબંધન દ્વારા જાતિગત વસતી ગણતરીને મોટો મુદ્દો બનાવાઈ રહ્યો છે ત્યારે એનડીએના ભાજપના જ સાથી પક્ષો પક્ષ આ વસતી ગણતરી માટે સરકારને વિચારવા અનુરોધ કરી રહ્યાં છે. જોકે સૌથી મોટી વાત એ છે કે ભાજપની કમાન હાથમાં રાખનાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ હવે જાતિ આધારિત વસતી ગણતરી માટે સંમતિ દર્શાવતા મોદી સરકાર પર દબાણ વધશે.