બ્રેકીંગ ન્યુઝ

Modasa: કઉ કુકડી ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા,2 ફરાર


મોડાસાના કઉ કુકડી ગામે એલસીબીએ છાપો મારી 4 શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા હતા. જ્યારે પોલીસે છાપો મારતાં જ બે શખ્સો ભાગી ગયા હતા. સમગ્ર મામલે છ વ્યકિતઓ વિરૂધ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

કઉ કુકડી ગામે ગુલુભાઈ અનારસભાઈ ભટ્ટીના ઘર પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ગંજીપાનાનો જુગાર રમતા હોવાની અરવલ્લી એલસીબીને બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે છાપો મારતાં લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમતા હતા. ત્યારે પોલીસ આવી જતાં જુગાર રમતા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી અને બે શખ્સો ભાગી ગયા હતા. પરંતુ પોલીસે કોર્ડન કરી ચારને ઝડપી લીધા હતા. ઝડપી લેવાયેલ ઈમરાન અબ્દુલભાઈ મકરાણી,ચાંદમોહમદ મોહમદભાઈ ભાટી,મોહસીન ઉર્ફે ફૈઝાન અબ્દુલઅઝીઝ મલેક અને ઝુલ્ફીકાર એહમદભાઈ ઈપ્રોલીયા પાસેથી અંગઝડતી અને દાવ પર મુકેલ મળી કુલ રૂ. 33 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે ભાગી ગયેલ શખ્સો અંગે પુછપરછ કરતાં સાબીરમીયા અયુબમીયા સીંધી અને મોહંમદઈર્શાદ ઝહીરૂલઈસ્લામ સૌદા હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે તમામ છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!