બ્રેકીંગ ન્યુઝ

રૂપિયા 83.94 કરોડનાં ખાતમુહૂર્ત, લોકાર્પણ કાર્યક્રમ યોજાયાં


વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોડાસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 83.94 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગોના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણામાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા.

મોડાસા ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સાંસદ શોભનાબેનના હસ્તે રૂ.83.94 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગના 30.86 કરોડના ખર્ચે કુલ 8 કામોનું ખાતમુહૂર્ત,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 25.88 કરોડના 9 કામોના ખાતમુહૂર્ત,નર્મદા જળસંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના 9.52 કરોડના કુલ 15 કામોના ખાતમુહૂર્ત, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 6 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ, વાણિજ્ય વેરા વિભાગના 5.50 કરોડના કામનું લોકાર્પણ, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના 1.90 કરોડના કામોનું કામોના ખાતમુહૂર્ત, સામાન્ય વહીવટ વિભાગના 1.51 કરોડના 27 કામોના લોકાર્પણ અને 26 કામોના ખાતમુહૂર્ત,પંચાયત ગ્રામ ગૃહનિર્માણ વિભાગના 1.37 કરોડના રર કામોના લોકાર્પણ અને 15 કામોના ખાતમુહૂર્ત,આરોગ્ય વિભાગના 84 લાખના તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના 56 લાખના કામોના લોકાર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં પદાધિકારીઓ અને અધિકારીઓ, મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!