બ્રેકીંગ ન્યુઝ

Viral Video: યુવતીએ બોયફ્રેન્ડને પેટીમાં બંધ કરી તાળું માર્યું, પછી શું થયું,જુઓ


પ્રેમમાં લોકો શું-શું નથી કરી બેસતા. ક્યારેક કૂવામાં કૂદવું પડે છે તો કયારેક તિજોરી પાછળ સંતાઈ જવું પડતું હોય છે. એક જણે તો હદ જ કરી. તેને જ્યારે સંતાવા માટે કંઈ ન સૂઝ્યું તો તે એક લોખંડની પેટીમાં બંધ થયો. ઈન્ટરનેટની દુનિયામાં આવો જ એક વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
https://twitter.com/gharkekalesh/status/1846970705428336811  

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને લોખંડની મોટી પેટીમાં બંધ કરીને તેને તાળું મારતી જોવા મળે છે. તેને ખબર નથી કે તેની આ સમગ્ર હરકતને મોબાઈલમાં રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. પછી કેટલીક સ્ત્રીઓ અને યુવકો ત્યાં આવે છે અને હોબાળો શરૂ થાય છે. પછી યુવતી ઊભી થાય છે.
વીડિયોમાં જોવા મળે છે કે રૂમમાં કપડાં અને વાસણો વેરવિખેર છે. નીચે એક મોટી પેટી પડી છે. અને યુવતી તેને તાળું મારી રહી છે. કેટલીક મહિલાઓ અને છોકરાઓ પણ ત્યાં ઉભા છે. વીડિયોમાં લોકો યુવતીને બોક્સ ખોલવાનો સંકેત આપી રહ્યા છે.

પહેલા ઉગ્ર ચર્ચા થાય છે
આની પર યુવતીની લોકો સાથે ચર્ચા થવા લાગે છે. જો કે, આ વીડિયોમાં એ જાણવા નથી મળતું કે આ વીડિયો આખરે કયા રાજ્ય અને શહેરનો છે. આ કારણથી આ વીડિયોની પુષ્ટિ નથી થઈ રહી. મહિલાઓ અને એક યુવકથી યુવતી સાથે ખૂબ ચર્ચા થાય છે ત્યારે લોખંડની પેટી ખોલવા આખરે તૈયાર થતી હોય છે. 

લોખંડની પેટી ખોલતા યુવક નીકળ્યો
યુવતીએ લોખંડની પેટીનું તાળું ખોલ્યું કે, અંદરથી એક યુવક નીકળે છે. યુવક પરસેવે રેબઝેબ હતો. ત્યારબાદ લોકોએ તેની પૂછપરછ કકલા લાગ્યા હતા. જ્યારે કેટલાક લોકો યુવતી તરફ વધ્યા તો યુવતી યુવકના બચાવમાં આગળ આવી જાય છે. આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. જુદાજુદા સોશિયવ મીડિયા હેંડલથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો જુદાજુદા કેપ્શનની સાથે વીડિયો શએર કરી રહ્યા છે. કેટલાક તો લખે છે કે પ્રેમિકાએ પ્રેમીને પેટીમાં બંધ કરી દીધો, તો એક જણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે, ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને બોક્સમાં લોક કરી નાંખ્યો.
આ વીડિયો પર લોકોએ ખૂબ રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ આને એબનોર્મલ ઘટના કહી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, બચારાને ગૂંગળામણ થઈ જાત. કેટલાક આને મૂર્ખામી ભરેલું કૃત્ય ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, જો વધુ મોડું કર્યું હોત તો બીચારો પ્રેમમાં શહીદ થઈ ગયો હોત. 





Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!