Russia: રશિયન યુવતીને ભારતીય વરરાજા જોઈએ છે, શરતોથી ચોંકી ઉઠશો, જુઓ Video

ભારત દેશના વર્ષો જૂના પોતાના પરમ મિત્ર દેશ એવા રશિયાની એક સુંદર યુવતીને ભારતીય સંસ્કૃતિથી એવો પ્રેમ થયો કે હવે તે એક ભારતીય યુવક શોધી રહી છે. નેલી નામની આ રશિયન યુવતીનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લોકોને જણાવી રહી છે કે, તેને ઈન્ડિયન વરરાજાની શોધ છે. જો કે, યુવતીએ આની સાથે કેટલીક શરતો પણ રાખી છે કે, જેને સાંભળીને ભારતીય ચોંકી ઉઠયા છે. આ યુવતીની શરતો સાંભળીને બધા બોલી ઉઠે છે કે, પછી તો રહેવા દે બહેન…
નેલી નામની એક રશિયન યુવતીની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ દર્શાવે છે કે તે હવે દુબઈમાં રહે છે. 18 ઑક્ટોબરે તેણે એક વીડિયો શેર કર્યો, જેમાં તે કહેતી સાંભળી શકાય છે કે તે પોતાના માટે ભારતીય વરરાજાને શોધી રહી છે. સિંગલ યુવકોએ નેલીનો વીડિયો જોયો કે તરત જ તેઓ વરમાળા લઈને તૈયાર બેઠેલા જોવા મળ્યા. પરંતુ રશિયન છોકરીની શરતો સાંભળતા જ તે ચોંકી ગયા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં નેલી ફુલ ડ્રેસમાં કહી રહી છે કે તે એક ભારતીય છોકરાને શોધી રહી છે. પરંતુ તેની કેટલીક શરતો છે જે તે તેના ભાવિ પતિમાં જોવા માંગે છે. તે મુજબ છોકરાની ઉંચાઈ છ ફૂટથી વધુ હોવી જોઈએ. તે જ સમયે, આંખો લીલી હોવી જોઈએ. તે એખ સંગીત પ્રેમી હોવો જોઈએ અને નૃત્ય કેવી રીતે કરવું તે જાણતો હોવો જોઈએ. આ ઉપરાંત, તેને ટ્રાવેલિંગનો પણ શોખ હોવો જોઈએ.