બ્રેકીંગ ન્યુઝ

Becharaji: મા બહુચરને દિવાળીના પર્વે સોનાની થાળીમાં રાજભોગ પીરસાયો


માનાજીરાવ ગાયકવાડના શાસનથી બહુચરાજી મંદિરમાં માતાજીને દિવાળી અને નવા વર્ષના પ્રથમ દિવસે સોનાના વાસણોમાં રાજભોગ ધરાવવાની ચાલી આવતી પરંપરા અકબંધ જળવાઈ રહી છે.આ પરંપરા મુજબ દિવાળીના દિવસે સવારે 10 : 30 કલાકે માતાજીને ચાંદીના પાટલા પર સોનાના વાસણોમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો.માતાજીને રોજ ચાંદીના વાસણોમાં ભોજન પ્રસાદ ધરાવાય છે.પરંતુ દિવાળી અને બેસતાં વર્ષના દિવસે સોનાની થાળીમાં પ્રસાદ ધરાવવામાં આવે છે.

આ દિવસે માતાજીને રાજભોગ ધરાવવામાં આવતી સોનાની થાળી,વાટકી,ગ્લાસ,ઝારી અને લોટા સહિતના વાસણો 6 કિલો સોનામાંથી બન્યાં હોવાનું માતાજીના મુખ્ય પૂજારી તેજશભાઈએ જણાવ્યું હતું.માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવી માતાજી અને ભકતો વચ્ચેના પડદા હટાવી લેવામાં આવતાં પ્રતિક્ષામાં ઉભેલાં માઈભકતો દર્શન કરી ધન્યતાની લાગણી અનુભતાં જોવા મળ્યાં હતાં.

નવા વર્ષના પ્રથમ દિવસે માતાજી સન્મુખ અન્નકૂટ ધરાવાશે

નવા વર્ષના પ્રથમ દિવસે નિયમ મુજબ સવારે પાંચ વાગે મંદિરના દ્વાર ખુલશે.મંગળા આરતી 6:30 કલાકે થશે.10:30 કલાકે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવાશે.રાજભોગબાદ માતાજી સન્મુખ અન્નકૂટ ધરાવાશે.આ દિવસે મા બહુચરને અર્પણ કરેલાં શ્રીફળ અને ચુંદડી શ્રદ્ધાળુઓ પોતાના ઘરે લઈ જાય છે. નિયમિત પૂજા કરનાર ભાવિકોના ઘરમાં સુખ,શાંતિ રહે છે અને ધંધા-રોજગારમાં બરકત રહેતી હોવાની શ્રદ્ધા વિધમાન છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!