બ્રેકીંગ ન્યુઝ

Modasa: શામળાજીમાં તુલસીવિવાહ યોજાશે, ચાંદીથી મઢેલા રથમાં વાજતે-ગાજતે ઠાકોરજીનો વરઘોડો નીકળશે


સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કારતક સુદ અગિયારસે તુલસી વિવાહ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવવા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. તુલસી વિવાહ કાર્યક્રમને પગલે મંદિર શણગારવામાં આવશે અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવશે.

શામળાજી ખાતે મંગળવારે તુલસી વિવાહનો કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવાશે. અગિયારસના દિવસે સવારે ગ્રહશાંતિ યોજાશે. સાંજે ઠાકોરજીને નીજ મંદિરમાંથી બહાર લાવી ચાંદીથી મઢેલા અને પુષ્પોથી સુશોભિત રથમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં વરઘોડો કાઢવામાં આવશે. જેમાં દેશી ઢોલ,શરણાઈ વાદન,આતશબાજી અને વિવિધ પરંપરાગત નૃત્યો સાથે વરઘોડો પૂર્ણ કરી સાંજે છ કલાકે ચોરીમાં પધરાવવામાં આવશે.

જેમાં માતાજી તુલસીને પણ લગ્નના જોડામાં સજાવી લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવશે. આ દિવસે મંદિરમાં ચાલતા લેજર શો અને સાઉન્ડ શો નું પણ પ્રસારણ કરવામાં આવશે. આ વર્ષે તુલસી વિવાહનું સંપૂર્ણ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ કન્યા પક્ષે મંદિરના સેક્રેટરી અનિલભાઈ પટેલ તથા વર પક્ષે ટ્રસ્ટી જીગીશભાઈ મહેતા જવાબદારી સંભાળશે.

તુલસી વિવાહના ધાર્મિક કાર્યક્રમમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેનાર હોય તંત્ર દ્વારા પણ કાર્યક્રમને સુચારુ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું મંદિરના હોદ્દેદારોએ જણાવ્યુ હતું.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!